હિંમતનગરમાં સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરે ગીરીબાપુએ પહોચી શિવપૂજા કરી,મંદિરના ટ્રસ્ટીઓ જોડાયા
સંજય ગાંધી દ્વારા તા.૨૦ હિંમતનગરમાં ગીરીબાપુ સ્વમુખે શિવકથા ચાલી રહી છે.ત્યારે આજે સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરે ગીરીબાપુ પહોચ્યા હતા જ્યાં તેમને ભોલેશ્વર દાદાની પૂજા કરી હતી.સાથે મંદિરના ટ્રસ્ટીઓ જોડાયા હતા.
હિંમતનગરના મહાવીરનગરમાં 15 થી 23 ડીસેમ્બર સુધી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગીરીબાપુના સ્વમુખે શિવકથા ચાલી રહી છે ત્યારે હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરે શુક્રવારે ગીરીબાપુ આવ્યા હતા.જ્યાં મંદિરના ટ્રસ્ટીઓ ધ્વારા આવકાર્યા હતા અને મંદિર વિશે ઉપરાંત ચાલી રહેલી કામગીરી અંગે ટ્રસ્ટીઓ ધ્વારા જાણકારી ગીરીબાપુને આપી હતી ત્યારબાદ મંદિરમાં બિરાજમાન ભોલેશ્વર દાદાને મંત્રોચ્ચાર દૂધ,પાણી નો અભિષેક કરીને બીલીપત્રો અને પુષ્પો અર્પણ કર્યા હતા.આ પ્રસંગે ભોલેશ્વર મંદિર ટ્રસ્ટના પ્રમુખ,મંત્રી,મેનેજર સહીતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગીરીબાપુ સાથે જોડાયા હતા.