ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાન નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ ની સૂચનાથી નાસતા ફરતા આરોપી ઝડપી લેવા માટે સૂચન કરેલ હોય જે સંદર્ભે સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર ના માર્ગદર્શન હેઠળ શ્રી ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ના માણસો સતત તપાસમાં હતા અને ઈસમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી
જે આધારે પોલીસ સ્ટાફના માણસો સતત તપાસમાં હતા તે દરમિયાન હેડ કોસ્ટેબલ ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ તથા પી.કો.દિલીપભાઈ રણછોડભાઈ ની સંયુક્ત બાતમી મળેલ હતી કે ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો આરોપી સંજય મોહનભાઈ પરમાર રહે તળાવ ફળિયું સીમળીયા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ હાલ રહે. બલોલ ગામે ગોલ્ડ સિરામિક ફેક્ટરીમાં મહેસાણા વાળો ગુનામાં નાસતો ફરતો હોય અને ખેડવા તરફથી ઈકો ગાડીમાં બેસી ખેડબ્રહ્મા તરફ આવી રહેલ છે તે બાતમીના આધારે પોલીસ ટીમના માણસો ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ત્રણ રસ્તા પાસે વોચમાં હતા તે દરમિયાન ઈકો ગાડી માંથી આરોપી મળી આવતા જેની વધુ પૂછપરછ કરતા ગુનામાં સામેલ હોવાની કબુલાત કરતા જેને પોલીસ સ્ટેશનમાં લાવી ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
આમ છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી આમ ખેડબ્રહ્મા પોલીસની પ્રશંસનીય કામગીરી ને લોકોએ ખૂબ બિરદાવી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મોં ન 9998340891