ઇડર ડાયટ ખાતે ગુણોત્સવ- 2 અંતર્ગત ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી માટે તાલીમ યોજાઈ
સાબરકાંઠા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ -ગાંધીનગર અને GSQAC -ગાંધીનગર પ્રેરિત સ્કૂલ એક્રીડીટેશન અંતર્ગત શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન કામગીરી શરૂ કરવા-ગુણોત્સવ- 2 અંતર્ગત ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી માટે તાલીમ યોજાઈ હતી.
આ કાર્ય શાળામાં GSQAC-ગાંધીનગરથી નાયબ નિયામકશ્રી ડૉ.એ કે પટેલ દ્રારા સમગ્ર સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક શાળાના આચાર્ય માટે શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમગ્ર જિલ્લાના શિક્ષકો અને આચાર્યોશ્રીઓ સજજ કરવા માટે ગુણોત્સવ 2 અંતર્ગત ગહન ચિંતન અને મુખ્ય ક્ષેત્રોની ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં આચાર્યશ્રીઓના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ કાર્ય શાળામાં ડાયટ પ્રચાર્યશ્રી ડો.એમ જી ચૌહાણ, વર્ષાબેન રબારી, શિક્ષણ નિરીક્ષકશ્રી સંદીપભાઈ, ડીઈઓ કચેરીના નિશાબેન,સિનિયર લેક્ચરલ અશ્વિન મો પટેલ તેમજ શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891