૨૫ ડીસેમ્બર આંતરરાષ્ટ્રીય હિન્દુ રાષ્ટ્રીય છાત્ર પરિષદ દ્વારા હિંમતનગર ખાતે તુલસી પુજન કરવામાં આવ્યું.
સંજય ગાંધી દ્વારા તા.૨૫
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરિષદ દર વર્ષે 25 મી ડિસેમ્બર એ તુલસી પૂજા નો આયોજન કરવામાં આવે છે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સવારે 10:30 વાગે મહાવીરનગર સર્કલે તુલસી પૂજા નો આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના જિલ્લા મંત્રી અતુલભાઈ મકવાણા એ તુલસી ની મહિમા જણાવતા કહ્યું કે તુલસી એક છોડ નથી તે એક દેવી નું સ્વરૂપ છે દરેક સનાતન હિન્દૂ ના ઘરે હોવું ફરજીયાત છે તુલસી ની પૂજા કરવાથી પાપ નાશ પામે છે.તુલસી ની પૂજા ને વિષ્ણુ ભગવાન ની આરાધનમાં અર્પણ કરતા વ્યક્તિ ને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે અને તુલસી ને લીધે ઘર નું વાતાવરણ શુદ્ધ બને છે. તુલસી નો ઉકાળો કરીને પીવાથી પણ રોગ નાશ પામે છે
આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે રાષ્ટ્રીય છાત્ર પરિષદ જિલ્લા અઘ્યક્ષ યક્ષભાઈ બ્રાહ્મભટ્ટ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ જિલ્લા મંત્રી અતુલ ભાઈ મકવાણા, રાષ્ટ્રીય વ્યાપારી પરિષદ ના જિલ્લા અઘ્યક્ષ સુરેશભાઈ માલવિયા, રાષ્ટ્રીય છાત્ર પરિષદ તાલુકા ઉપાધ્યક્ષ યશભાઈ દોશી, રાષ્ટ્રીય બજરંગ દળ ના શહેર અઘ્યક્ષ અનિલભાઈ વણજારા, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ શહેર ઉપાધ્યક્ષ કમલેશભાઈ સિંધી, તીર્થ ભાઈ જયસ્વાલ વગેરે જેવા કાર્યકર્તા હાજર રહ્યા હતા.