Tuesday, December 31, 2024

નિઝરના વેલ્દા ગામના સરદારપુર ફળીયામાંથી જુગાર રમતા આરોપીઓને રૂ. ૧,૦૯,૭૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી.

નિઝરના વેલ્દા ગામના સરદારપુર ફળીયામાંથી જુગાર રમતા આરોપીઓને રૂ. ૧,૦૯,૭૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી.

 

સંજય ગાંધી તાપી તા.૨૮

ગઇ કાલ તા.૨૭/૧૨/૨૦૨૪ ના રોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીએ પ્રોહી જુગારની પ્રવૃતિ રોકવા સુચના આપેલ હોય જે આધારે અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા પો.કો. હસમુખભાઇ વીરજીભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ” વેલ્દા ગામ સરદારપુર ફળીયામાં રહેતા સંજયભાઇ પ્રતાપભાઇ ગોસ્વામીના ઘરના આગળની ભાગે આવેલ ખુલ્લા ઓટલા પર કેટલાક લોકો ભેગા મળી ગંજીપાના તથા રૂપિયા વડે હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી-(૧) સુરેશ ઉર્ફે સુર્યા વસંતભાઇ નાઇક ઉ.વ.૫૫ રહે-વેડપાડા તા-નિઝર જી.તાપી (૨) પ્રવિણભાઇ વિલાસભાઇ મહાજન ઉ.વ.૨૪ રહે. ધાનોરા યુનિયન બેંકની બાજુમાં તા.જી-નંદુરબાર (મહા) (૩) નસરૂલ્લાખા ગફારખા પઠાન ઉ.વ.૫૮ રહે-વેલ્દાગામ મજીદની બાજુમાં તા.નિઝર જી.તાપી (૪) અરવિદભાઇ જાલમસિંગભાઇ વળવી ઉ.વ.૪૪ રહે.વેલ્દા ગાંધીનગર ફળિયુ,તા.નિઝર,જી.તાપી (૫) હરીશભાઇ જેમુભાઇ વસાવા ઉ.વ.૫૪ રહે.ચઢવાણગામ તા.ઉચ્છલ, જી.તાપી (૬) અજયભાઇ ગોંવિદભાઇ ગાવિત ઉ.વ.૩૪ રહે.કરંજવે, તા.જી-નંદુરબાર (૭) અનિલભાઇ પ્રતાપભાઇ ગોસ્વામી ઉ.વ.૪૬ રહે.વેલ્દાગામ સરદારપુરા હનુમાનજી મંદીર પાસે , તા.નિઝર જી.તાપી (૮) સિકદરખાન યુસુફખાન મુસલમાન ઉ.વ.૩૮ રહે.વેલ્દા ગામ ભવાની ફળિયું, તા.નિઝર જી.તાપી (૯) સંજયભાઇ પ્રતાપભાઇ ગોસ્વામી ઉ.વ.પર રહે.વેલ્દા ગામ સરદારપુરા હનુમાનજી મંદીર પાસે,તા.નિઝર જી.તાપી (૧૦) બેરા ઉર્ફે ચીતરસિંગ સરવરસિંગ વળવી રહે. ગુજ્જરપુર તા.નિઝર જી.તાપી ગેરકાયદેસર રીતે જાહેરમાં પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા પકડાઇ જઇ અંગઝડતી તથા દાવ પરના રોકડા રૂ. ૮૧,૨૮૦/- તેમજ ગંજીપાના તથા મોબાઇલ નંગ-૦૭ કિ.રૂ. ૨૮૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૦૯,૭૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

 

કામગીરી કરનાર ટીમ :-

 

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ ઝાલા એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ, તથા અ.પો.કો. હસમુખ વીરજીભાઇ પરમાર, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores