અઢી મહિના અગાઉ લૂંટ થયેલી ગાડી એલસીબી ચિત્રાસણી નજીક ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી.
12 ઓક્ટોબર 2024 ના પાલનપુર તાલુકાના ગોલા ગામની સીમ અંબાજી ખાતેથી બે ઈસમો ગાડીમાં બેસીને ગોળા ગામ પાસે પેશાબ કરવાના બહાને ગાડી રોકાવી હતી. જે બંને ઈસમો એક્કો ચાલકને છરો બતાવી ગાડી લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બાબતે પાલનપુર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં એલસીબી બનાસકાંઠા દ્વારા લૂંટનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પોલીસ વડા ની દેખરેખ હેઠળ જે લુટેલી ગાડી અમીરગઢ પાલનપુર રૂટ પર બાતમી મળી હતી જે આધારે પોલીસે ચિત્રાસણી પાસે લૂંટ થયેલી ગાડીની વોચ રાખી હતી. અને ગાડી આવતા જ પોલીસે તેને ચાલાક સહિત ઝડપી હતી. જેમાં 1. ફતેસિંહ ડાભી રહે ધોરી વડગામ/ અને બીજાઓ દશરથસિંહ ચૌહાણ રહે કરજા જેથી અમીરગઢ વાળા ને ઝડપી પાડી અને ગોળા ગામ થી લૂંટ કરેલી ગાડી કબજે કરી પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર પરબત દેસાઈ પાલનપુર.






Total Users : 151705
Views Today : 