ખેડબ્રહ્મા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ની અટકાયત કરી જિલ્લા જેલ જામનગર ખાતે મોકલી અપાયો
નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ અસામાજિક પ્રવૃત્તિ કરતા અને પ્રોહીબિશન ની બદી દૂર કરવા માટે ગેરકાયદેસર વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા ઈસમો વિરુદ્ધ અટકાયત પગલાં લેવા માટે સૂચના આપેલ હતી તે અંતર્ગત સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર ના માર્ગદર્શન અનુસાર ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા પાસા તડીપારની ગુપ્ત કામગીરી હાથ ધરવામાં આવી અને પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહી કલમ 65 એ ઈ 116 (બી) 98 (2) મુજબ કામના આરોપી જયદત્ત સિંહ ગણપતસિંહ ઝાલા રહે. માનપુર તાલુકો હિંમતનગર ના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી અધિકારી શ્રી મારફતે કલેક્ટર સાહેબ શ્રી સાબરકાંઠા હિંમતનગર ને મોકલી આપતા આરોપીને ડીટેઇન કરવાનો હુકમ કરતા આજરોજ તારીખ 28 /12/2024 ની 10 /45 કલાકે ડીટેઇન કરીને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153810
Views Today : 