Sunday, January 5, 2025

ઈડર બ્લોક હેલ્થ કચેરી ખાતે ભિલોડાના ડૉ. પરીવાર દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ 

ઈડર બ્લોક હેલ્થ કચેરી ખાતે ભિલોડાના ડૉ. પરીવાર દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ

 

ડૉ. પરિવારના જન્મદિવસની ઉજવણીમા વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અભિયાનની પહેલ જોવા મળી

 

લક્ષદીપ પરિવાર ભિલોડાના ડૉ. વિશાલદેવ અને ડૉ. શૈલદેવ

દ્વારા ઈડર બ્લોક હેલ્થ કચેરીના ચોરીવાડ સેન્ટર પર સેવાઓ આપનાર સદગત લક્ષ્મીબેન હેલ્થવર્કરની સ્મૃતિમા અરવલ્લી જિલ્લામા અને ગુજરાતમા માતૃસ્મૃતિમા જરૂરિયાતમંદ દર્દીઓની મફત તપાસ અને સારવાર બંને બહેનોએ શરૂ કરેલ તેથી આ પરિવાર સેવા પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતો છે દીકરીઓના પિતા દિલીપભાઈ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે ૧૯૯૬થી દિલીપભાઈ માતાની સ્મૃતિમા કંકુબા છાત્રાલય ભિલોડા મુકામે ચાલે છે જેમા ગરીબ પરિવારની જરૂરિયાતમંદ આશરે ૬૦૦ થી વધુ દિકરી અભ્યાસ કરી ગયેલ છે દિલીપભાઈના પરીવારે આ દીકરીઓને મફત શિક્ષણ આપી શિક્ષિત થવામા મદદ કરેલી છે તેમના વારસદારો પણ તેમના પગલે લોકસેવાના ઉમદા કાર્યો કરે છે આજે લક્ષદીપ પરિવારના દિલીપભાઇનો જન્મદિન તેમની દીકરી ડૉ. વિશાલદેવ અને ડૉ. શૈલદેવએ અનોખી રીતે ઉજવણી કરી હતી જન્મદિવસની ઉજવણીના સાથે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અભિયાનનીને પગલે ક્ષય રોગના દર્દીઓને પોષણ યુક્ત આહાર પહોંચાડવાની પહેલનો સમગ્ર દેશમા આ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ ડૉ. પરિવાર દ્વારા કરાયેલ છે દેખાદેખીમા ખોટા ખર્ચ કરવાને બદલે ઈડર બ્લોક હેલ્થ કચેરીએ જરૂરિયાતમંદ ક્ષય રોગના ૬૦ જેટલા દર્દીઓને પોષણ કીટ આપી માનવ સેવાનુ ઉત્તમ કાર્ય કરી અને સમાજના બીજા લોકો પણ બર્થડે તેમજ અન્ય શુભ પ્રસંગોએ બિનજરૂરી ખર્ચના બદલે આવા જરૂરિયાતમંદ લોકો જે હાથ લાંબી કરી શકતા નથી સ્વાભિમાની છે એવા માણસોને પોષણ કીટો આપી આવા ઉમદા કાર્યની શરૂઆત કરે એવો સમાજને નવો રાહ ચિંધ્યો છે આ પ્રસંગે ઈડર બ્લોક હેલ્થ કચેરીએ ભિલોડાના શ્રેષ્ઠી રામાવતાર શર્મા પણ ઉપસ્થિત હતા તેઓએ તેમના પુત્રનો જન્મદિન આવા ઉમદા સેવાકાર્યથી ઉજવવાની જાહેરાત કરી હતી તેમજ આ ઉમદા કાર્યમા તાલુકા આરોગ્ય અધિકારી ધ્રુવ પટેલ, ડૉ. ભાવેશ પટેલ, ટીબી સુપરવાઇઝર યોગેશ પટેલ, નિવૃત્ત વહીવટી અધિકારી લલીતભાઈ તથા જાયન્ટ પીપલ્સ એસોસિએશન ભિલોડાના પ્રમુખ ત્રિવેદી, ભિલોડા કાપડ એસોસીએશન પ્રમુખ કલ્પેશભાઈ તથા સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવવા સહયોગ આપેલ લક્ષદીપ પરિવાર ભિલોડાએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી સમાજસેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ

 

તસવીર અને અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores