સાબરકાઠાંમાં રીજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી ડૉ.કાનન શુક્લાએ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
સાબરકાંઠા જિલ્લામાં રીજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી ડૉ. કાનન શુક્લાએ આરોગ્ય સેવાઓની સમીક્ષા અંતર્ગત જિલ્લાના ત્રણ આરોગ્ય મંદિરની મુલાકાત કરી હતી.
જેમાં તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર, હરસોલ ખાતે મમતા દિવસ અને રસુલપુર ખાતે લાલન પાલન કાર્યક્રમ અંતર્ગત એસબીસીસી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપવામાં આવતી આરોગ્ય સેવા અંગે માહિતી મેળવી હતી.
તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ વોર્ડ, પોસ્ટનેટલ વોર્ડ, લેબોરેટરી સહિતની સુવિધાઓની મુલાકાત કરી માર્ગદર્શક સૂચનો આપતા જણાવ્યું કે જરુરતમંદ નાગરિકોને જરુરી ગુણવતાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે પ્રથમ ઉદેશ છે. ડાયાલિસીસ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને પ્રસુતિ સહિતની અન્ય સેવામાં તલોદ કેંદ્રની સેવાઓ પ્રશંસનીય છે. જેમાં સમગ્ર તંત્રએ સામુહિક પ્રયાસોથી ઉતમ કામગીરી કરી પ્રજાજનોને વધુ સારી સેવાઓ આપી શકશે. 
હરસોલ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મમતા દિવસ અને ગૌરવી દિવસ કામગીરી નિરીક્ષણ કરી કિશોરીઓ સાથે સંવાદ કરી જરુરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રાંતિજના રસુલપુર ખાતે અતિ જોખમી સગર્ભા માતાઓની કાળજી માટે નવીન પહેલરૂપ કાર્યક્રમ લાલન પાલન માં સગર્ભા માતાઓની મુલાકાત કરી આપવામાં આવતી સેવાઓ અંગે પૂછપરછ કરી હતી. જિલ્લાના લાલન પાલન પ્રોજેક્ટ, જુવે નાઇલ ડાયાબિટીસ એસ.બી.સી.સી, NQAS, કાર્યક્રમોની વિગત મેળવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને છેવાડાના માનવી સુધી ગુણવતાયુકત આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસને બિરદાવ્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153810
Views Today : 