વડાલી તાલુકાના (રા) વાસણા ગામે દૂધ મંડળીનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો
રજત જયંતિ સમારોહમાં આવનાર તમામ મહેમાનોનું દૂધ મંડળીના ચેરમેન અને ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. 25 વર્ષ પહેલા સ્થપાયેલ આ દૂધ મંડળીમાં આજ દિવસ સુધી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી થઈ નથી તારીખ 5 જાન્યુઆરી 2025 ના રોજ(રા) વાસણા ખાતે યોજાયેલ દૂધ મંડળીના રજત જયંતિ મહોત્સવમાં સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને અન્ય સહકારી આગેવાનોમાં સાબરડેરીના પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ બાલગોપાલ બચત મંડળીના ચેરમેન અશ્વિનભાઈ પટેલ કિસાન સંઘના ગુજરાત રાજ્યના આગેવાન બાબુભાઈ પટેલ શામળભાઈ પટેલ વડાલી એપીએમસી ચેરમેન વિજયભાઈ પટેલ પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના ચેતનાબેન તથા વડાલી અને ઇડર તાલુકાના સહકારી ક્ષેત્રના રાજકીય ક્ષેત્રના તમામ આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રજત જયંતિ મહોત્સવમાં છેલ્લા ૨૫ વર્ષના કાર્યકાળ દરમિયાન સેવાઓ આપેલ દરેક કર્મચારીઓનું અને વ્યવસ્થાપક કમિટીના ચેરમેન અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા આજ દિન સુધીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર દૂધ સભાસદોને પણ પ્રોત્સાહક ઇનામ અને શાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891