વડાલી ના નાદરી ખાતે ગર્ભાશયના મુખના કેન્સર અને એનિમિયા અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ગર્ભાશયના મુખના કેન્સર અને એનિમિયા અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો. એસ.બી.સી.સી કાર્યક્ર્મને 2 વર્ષ પુર્ણ થતા જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ હતી. આ બેઠકમાં આયુષ્માન આરોગ્ય મંદિર નાદરીની ટીમ દ્વારા નાદરી ગામ ની પટેલ સમાજવાડી માં વિવિધ કાર્યક્રમોનું વિશેષ આયોજન કર્યું હતું
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સદસ્ય શ્રી રાધાબેન સોથા તેમજ નાદરી ગામ ના સરપંચ, પ્રા આ.કેન્દ્ર થેરાસણાના ડૉ.મનીષ નાયક હાજર રહી આ કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો
જેમાં સગર્ભામાતાઓ,ધાત્રીમાતાઓ અને કિશોરીની સ્વસ્થતા છે. આપણે સહું પોષણયુકત આહાર, હેન્ડવોશ, રસીકરણ, જેવી નાની પણ મહત્વની બાબતો પ્રત્યે જાગૃત રહીશું તો સ્વસ્થ સમાજનું ચોક્ક્સ નિર્માણ કરી શકીશું. આરોગ્ય અને પરિવાર કલ્યાણના વિવિધ કાર્યક્રમોના સફળતમ અમલીકરણ માટે સામાજિક વર્તણુંક પરિવર્તન સંચાર કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્યકક્ષાએ નિયમિત બેઠકો યોજી તેના સારા પરિણામો આપણે મેળવી રહ્યા છીએ. હાલમાં ચાલી રહેલ મેટાન્યુમો વાઇરસ (HMPV) અંગે જાગૃત રહેવા તેમજ તે અંગે બાળકો અને વૃધ્ધોને સવિશેષ કાળજી લેવા જણાવ્યુ હતું.
સમગ્ર જીલ્લામાં ૩૬ જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓની સીટ મુજબ બેઠકો યોજવામા આવી હતી. જેમાં ૧૪૦૦ થી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહી આરોગ્ય વિષયક જાણકારી મેળવી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891