Saturday, January 11, 2025

પોશીનાના લાંબડિયા ખાતે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારાના વરદ હસ્તે જેટકોના સહયોગથી મળેલ ગઝલ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

પોશીનાના લાંબડિયા ખાતે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારાના વરદ હસ્તે જેટકોના સહયોગથી મળેલ ગઝલ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

 

સાબરકાંઠા જિલ્લામાં પોશીના વિજયનગર અને ખેડબ્રહ્મામાં તાલુકા માટે રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારાના વરદ હસ્તે જેટકોના સહયોગથી મળેલ 32 લાખની કિંમતના 5 ગઝલ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

 

સાબરકાંઠા જીલ્લાના પોશીના વિજયનગર અને ખેડબ્રહ્મામાં તાલુકાની 5,35,000 ઉપરાંતની વસ્તીમાં 669 સિકલ સેલના દર્દીઓ અને 28,060 જેટલા સિકલસેલ વાહક દર્દીઓ નોંધાયેલ છે. હાલમાં જિલ્લામાં સિકલસેલના દર્દીને સ્ક્રિનિંગ કામગીરી બાદ કન્ફર્મ નિદાન માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ મોકલવા પડતા હતા. તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો ) નાસહિયોગથી પોશીના,વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાની પાંચ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે 32 લાખની કિંમતના 5 ગઝલ મશીન આપવાનો સહકાર સાપડેલ.

રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ ગઝલ મશીન લોકાર્પણ વેળાએ જણાવ્યું કે દેશના માનનીય વડાપ્રધાનશ્રી આદિજાતિ અને છેવાડાના નાગરિકની ચિંતા કરી છે, તેઓના સર્વાંગી વિકાસ માટે સ્વસ્થ માતા સ્વસ્થ બાળકનું આપણું લક્ષ્ય છે. સિકલ સેલ એનિમિયા મિશન 2047 માટે આપણે જનજાગૃતિના વિશેષ પ્રયાસો થકી કટિબદ્ધ થવાનું છે.

 

તેઓશ્રીએ વિશેષમાં જણાવ્યું કે દીકરા દીકરીના શિક્ષણનું મહત્વ વધારવાથી નાની ઉંમરના લગ્ન, અંધશ્રદ્ધા, કુરિવાજો, ગેરમાન્યતાઓને દૂર કરી શકીશું. જેટકો નો આ તબક્કે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આદિવાસી પ્રજાજનોના સ્વાસ્થ્ય માટે આપનું 32 લાખ જેવડી મોટી રકમનું અનુદાન આદિવાસી તાલુકાઓ માટે સિકલ સેલ નિદાન માટે ખૂબ મહત્વનું સાબિત થશે.અહીંના પ્રજાજનોને સ્થાનિક કક્ષાએ ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ થવાથી તેમના સેમ્પલને અમદાવાદ ખાતે મોકલવા પડશે નહીં અને તાત્કાલિક નિદાન તથા ઝડપી સારવાર શક્ય બનશે

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અનસુયાબેને જણાવ્યું કે સ્વસ્થ સાબરકાંઠા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ટીમ હર હંમેશા કાર્યરત હોય છે. આજે જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિકલ સેલ ટેસ્ટિંગની સુવિધા વધવાથી ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ છેલ્લા ઘર સુધી પહોંચશે.

આ પ્રસંગે જેટકો ના ડેપ્યુટી એન્જિનિયર હેમંત પટેલે જણાવ્યું કે આદિવાસી બાંધવોના સ્વાસ્થ્ય માટે સદૈવ કટિબદ્ધ છીએ. આગામી સમયમાં પણ અમારી સંસ્થા સ્વસ્થ સમાજના નિર્માણ માટે જરૂરી સહયોગ આપશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાએ જણાવ્યું કે સાબરકાંઠામાં આ સુવિધા ઉપલબ્ધ થવાથી સિકલ સેલ ના દર્દીઓને ગુણવતા યુક્ત ઝડપી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે.

આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય અમરતભાઈ સહિત તાલુકા આરોગ્ય અધિકારીશ્રી – કર્મચારીશ્રી ઓ અને સ્થાનિક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores