હિંમતનગર RPF દ્વારા પતંગ ના તહેવારને મધ્ય નજર જાગરુક્તા અભિયાન
આજરોજ તારીખ 11 / 01/ 2025 ના રોજ આગામી દિવસોના આવી રહેલા પતંગ ના તહેવારને ધ્યાનમાં રાખી હિંમતનગર RPF ના પી.એસ.આઇ હરેશ ચૌહાણ તેમજ ASI સુખ પાલ સિંહ દ્વારા હિંમતનગર સોનાસણ રેલ્વે સ્ટેશન ની વચ્ચે આવતાં ગામનાં અને આજુબાજુમાં રહેતા બાળકો દ્વારા રેલ્વે લાઈન ની આજુબાજુમાં પતંગ નહીં ઉડાડવા બાબત તેમજ હાલ પચ્ચીસ હજાર કરંટ ની ઈલેક્ટ્રીક લાઇન તેમજ ગાડીઓ ચાલુ થવાની હોવાથી બાળકો તેમજ તેમના પરિવારને રેલ્વે લાઈનની આજુબાજુમાં નહીં આવવું તેમજ પોતાના બાળકો ને રેલવે લાઇન પર તેમજ રેલ્વે લાઈન ની આજુબાજુમાં પતંગ નહીં ચગાવે તેમજ પતંગ લૂંટવા માટે પણ રેલ્વે લાઈન ની આજુબાજુમાં ન આવે, રેલ્વેલાઈન પર લાગેલા થાંભલાઓ પર ન ચડે તેમજ થાંભલા ઉપર કે વાયરો પર પતંગ લટકતી હોય તો તે પતંગને લેવા માટે કોઈ પણ લોખંડ યા લાકડીની મદદ થી તે વાયરને ના અડકે કેમકે એમાં 25 000 વોલ્ટ નો કરંટ ચાલુ છે માટે હિઁમત નગર તેમજ આજુબાજુના લોકોને જે લોકો રેલ્વે લાઈનની આજુબાજુમાં રહે છે, તે લોકોએ પોતાના બાળકોને રેલ્વે લાઈનથી દૂર રાખવા તે બાબતનો આજે જાગરૂકતા અભિયાન કરવામાં આવેલ તેમજ પરિવાર દ્વારા બાળકોનું ધ્યાન નહીં રાખવાથી કોઈ મોટી ઘટના ઘટી શકે છે તેમજ બાળકો દ્વારા આવા પ્રકારની ભૂલ કરવામાં આવશે અને પરિવારના લોકો ધ્યાન નહીં આપે તો તેમના મા-બાપ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891