હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી.ઝાલાએ “રન ફોર બર્ડસ રેલી” ને પ્રસ્થાન કરાવ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાવર ચોક ખાતે ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાએ કરુણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ માટે “રન ફોર બર્ડસ” બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી પશુ-પક્ષીઓને ઇજા થતી હોય છે તેમની સારવાર અર્થે રાજ્ય સરકારના ગુજરાત વન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ઉતરાયણમાં પ્રતિબંધિત ચાઇનિઝ દોરી તુક્કલનો ઉપયોગ ન કરવા લોક જાગૃતિ ફેલાવવામાં આવશે.

કરૂણા હેલ્પલાઇન નંબર ૧૯૬૨ તેમજ વોટ્સએપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ શરુ કરવામાં આવ્યો છે આ નંબર પર “HI” કરી મેસેજ અથવા મિસકોલ કરવો. આપણી આસપાસ કોઈ ઘાયલ પશુ કે પક્ષી દેખાય તો મદદ માટે આ નંબર પર સંપર્ક કરીએ.
આ રેલી હિંમતનગરના બગિચા વિસ્તારથી, પોસ્ટ ઓફિસ, મોતીપુરા, મહાવીરનગર સર્કલ થઈ ટાવર ચોક ખાતે પૂર્ણ થઈ હતી.
આ પ્રસંગે વન વિભાગ, સામાજિક વનીકરણનો ફિલ્ડ સ્ટાફ, જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 152504
Views Today : 