૭૬માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવી રહ્યુ છે
તાપી જીલ્લામાં રાજ્ય કક્ષાના સમારંભમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષ તરીકે પધારશે તેમજ મુખ્ય મહેમાન તરીકે મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ હાજર રહેશે
(એક ભારત – સંજય ગાંધી તાપી) તા.૧૩. ગુજરાત સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લાના બાજીપુરા ખાતે આ વર્ષે કરવામાં આવશે. તાપી જિલ્લાને આંગણે આવો કાર્યક્રમ પ્રથમ વખત થવા જઈ રહ્યો છે ત્યારે તાપી જિલ્લા સંકલન સમિતિના તમામ આધિકારીઓએ અગ્રીમતા આપી તૈયારીઓ શરુ કરી છે.
આગામી તા.25 જાન્યુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે એટ હોમ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજભવન, ગાંધીનગરના સૌજન્યથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ માટે સયાજી સર્કલની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ પર આ માટે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે.તેમજ દક્ષિણાપથ વિદ્યાલયના પ્રાંગણમાં જિલ્લાના તમામ નાગરિકો માટે જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમ, મેગા ઇવેન્ટ તા.૨૫ જાન્યુઆરીના રોજ સાંજે ૭ કલાકે યોજવામાં આવશે.
૨૬મી જાન્યુઆરીના રોજ તાપી જિલ્લાની હદમાં આવેલ નેશનલ હાઈવે નં.૫૩માં પરેડ ગ્રાઉન્ડ, બાજીપુરા ખાતે રાજ્યસ્તરીય ભવ્ય ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. સમગ્ર જીલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં નાગરિકો મુખ્ય કાર્યક્રમ તેમજ સંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહેશે. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગાંધીનગરથી મુખ્ય સચિવ સહીત અન્ય વિભાગોના સચિવશ્રીઓ તેમજ મંત્રીશ્રીઓ હાજર રહેશે.તમામ મહાનુભાવોની હાજરીમાં પરેડ, માર્ચ પાસ્ટ તેમજ પોલીસ વિભાગ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પરેડ, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ, મોટર સાયકલ સ્ટંટ, ડોગ શો, હોર્સ શો, તેમજ પુરસ્કાર અને ટ્રોફી વિતરણ જેવા ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે.







Total Users : 157592
Views Today : 