હિંમતનગર RPF દ્વારા જાગરુકતતા અભિયાન
આજરોજ તારીખ 22 / 01/ 2025 ના રોજ હિંમતનગર આરપીએફના પીઆઇ શિવનાથ મીના નાં માર્ગદર્શનમાં પી.એસ.આઇ હરેશ ચૌહાણ તેમજ સ્ટાફ નાં માણસો દ્વારા રેલવે લાઈન ની બાજુમાં આવેલ મોર્ડન સ્કૂલ માં જઈ મોડર્ન સ્કૂલના બાળકોને રેલ્વે લાઈન ની પાસે લાવી બાળકોને રેલ્વે વિશે જાણકારી આપેલ તેમ જ હાલમાં હિંમતનગર એરિયામાં 25,000 વોલ્ટ નો કરંટ ચાલુ હોવાથી તેમજ ઈલેક્ટ્રીક ગાડીઓ તેમજ વંદે ભારત જેવી હાઈ સ્પીડ ની ગાડીઓ પણ આપણી લાઈન ઉપર ચાલવાની હોવાથી બાળકોને રેલવે લાઇન ની આજુબાજુમાં કે રેલવે લાઇન પર નહીં ચાલવા બાબત બતાવવામાં આવેલ તેમજ પોતાના પરિજનોને પણ પોતાના પાલતુ પશુ ને રેલવે લાઈન ની આજુબાજુમાં નહીં લાવવા બાબત બતાવવામાં આવેલ તેમજ બાળકોને રેલવે લાઇન પર નહિ ચાલવા તેમજ ટ્રેન પર પથ્થર નહીં મારવા બાબત પણ સમજણ આપવામાં આવેલ તેમજ રેલ્વે લાઈન ની આજુબાજુમાં રહેતા તેમજ પોતાના પરિવારને રેલ્વે લાઈન ની આજુબાજુમાં પોતાના પાલતુ જાનવરોને નહીં
લાવવા બાબત બતાવેલ કેમ કે પશુ રેલવે લાઇન પર આવવાથી દુર્ઘટના બની શકે છે તેમજ રેલ્વે લાઈન પર ચાલવાથી માનવીની મૃત્યુ પણ થાય છે .માટે સાવધાની રાખવી જરૂરી હોય સાવધાન રહેવા બાબતનો આજે જાગરૂકતા અભિયાન કરવામાં આવેલ તેમજ આવા પ્રકારની ભૂલ કરવામાં આવશે તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 152507
Views Today : 