વામૈયા – લક્ષ્મીપુરાથી સાણોદરડા નો અધૂરા રોડનો જોબ નંબર તેમજ વામૈયા થી કમલીવાડા નદીમાં ડીપ સહિત ડામર રોડ નો જોબ નંબર આપવા પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી ને રજુઆત .
ચોમાસામાં આ રસ્તોમા પાણી ભરાવાથી કાદવ કીચડ વાળો બની જાય છે વામૈયા લક્ષ્મીપુરા થી સાણોદડા ના રસ્તા ઉપર કોઈ મરણ પામે તો તેમની સ્મશાન યાત્રા ટ્રેક્ટર મારફતે સ્મશાન ગૃહ ખાતે લાવવામાં આવે છે તેમજ વિધાથીર્ઓ ને કાદવ કિચડ સામા પાણીમા ચાલીને શાળાએ જવું આવુ પડેશે .
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા લક્ષ્મીપુરા થી સાણોદરડાનો ૩.૨૦૦ કિલોમીટર રોડ હાલમાં કાચો અને અધુરો હોય આ રોડ ને મંજુર કરી જોબ નંબર આપવા તેમજ વામૈયા થી કમલીવાડા નદીમાં ડીપ સહિત ડામર રોડ નો જોબ નંબર આપવા માટે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને વામૈયા જિલ્લા પંચાયત સીટ ના સદસ્ય અને પાટણ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી ને રજૂઆત કરવામાં આવી છે
વામૈયા ગામના રહીશ અને જીવદયાપ્રેમી અને યુવા નેતા અને પાટણ જિલ્લા સમસ્યા મંચ ના સંયોજક દ્વારા શૈલેષ બી.નાયી (પત્રકાર)એ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી ને વામૈયા થી લક્ષ્મીપુરા સાણોદડા અધૂરા રોડ બાબતે તેમજ વામૈયા થી કમલીવાડા નદીમાં ડીપ સહિત ડામર રોડ નો જોબ નંબર આપવા માટે માંગણી કરવામાં આવેલ છે
પાટણ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ માં તારીખ ૧૬/૯/૨૦૨૦ ના પત્ર લખી માગણી કરાઇ હતી એ બાબતે તેઓ દ્વારા અધિક્ષક ઈજનેર ગાંધીનગરને આ રોડ બાબતનો જોબ નંબર મેળવવાની કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો પાટણ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયતની પત્ર દ્વારા માગણી કરેલ તે અનુસંધાને તેમના પત્ર નંબર જા.ન બીપી./પીસી/વશી/ ૨૨૫૩- ૨૨૫૬-/૨૦૨૦ ના અનુસંધાને તેઓએ માન. અધિક્ષક ઇજનેર શ્રી માગૅ અને મકાન વિભાગ (૫) વર્તુળ, પાટનગર યોજના ભવન સેક્ટર- ૧૬ ગાંધીનગરની અમારા રોડ બાબતનો જોબ નંબર મેળવવાની કાર્યવાહી કરવા સારુ પત્ર લખેલ છે પરંતુ આ રોડની કામગીરી આજ દિન સુધી થયેલ નથી કે રોડનો જોબ નંબર મળેલ નથી જેના કારણે નવીન રોડ અધુરો પડેલ છે અને ગામજનો ને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનોને શાળાએ આવવા જવા માટે ખૂબજ તકલીફ પડે છે આ અંગે ઝડપથી આ રોડ મંજુર થાય અને તેનો જોબ નંબર મળી રહે તો વામૈયા લક્ષ્મીપુરા થી સાણોદડા કલાણા ના ગામજનોને સુવિધા મળે તેમજ વામૈયા થી કમલીવાડા નદીમાં ડીપ સહિત ડામર રોડ નો જોબ નંબર આપી મંજુર કરી બનાવવામાં આવે તો ગ્રામજનો ને અને આજુબાજુના વિસ્તારમના લોકો ને ધારપુર સિવિલ હોસ્પિટલ તેમજ ઉંઝા મહેસાણા અમદાવાદ જવા આવવા માટે નો શોર્ટ રસ્તો બની જાય અને લોકો ને પૈસા અને સમય નો સદુપયોગ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી તેમને અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ માર્ગ મકાન મંત્રી શ્રી ને રજૂઆત કરી હતી
સાણોદડા અને વામૈયા થી કમલીવાડા રોડનો જોબ નંબર આપવા મા આવતો નથી
તેમજ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને વામૈયા જિલ્લા પંચાયત સીટ ના સદસ્ય અને પાટણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી ને પાટણ જિલ્લા સમસ્યા મંચ ના સંયોજક અને સામાજિક કાર્યકર થી શૈલેષ નાયી( પત્રકાર) એ રજુઆત કરી છે કે સરકાર તાત્કાલિક આ બન્ને રોડના જોબ નંબર આપી બનાવવામાં આવે તેવી પત્ર લખીને લેખિત મા રજૂઆત કરી છે
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ