વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર – ગડતમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
રોટરી ક્લબ ઓફ વ્યારા, રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ-નવસારી, ગ્રામ સેવા સમાજ વ્યારાનાં સંયુક્ત ઉપક્રમે ગડત આશ્રમ શાળા મુકામે વિનામૂલ્યે આઇ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 249 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. કેમ્પ દરમ્યાન કુલ 40 દર્દીઓને મોતિયાના ઓપરેશન અને આશ્રમ શાળાના 15 બાળકોને રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા અને કુલ 60 જેટલા લાભાર્થીઓને વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા. આ સેવાકીય યજ્ઞમાં ગ્રામ સેવા સમાજના પ્રમુખશ્રી અમરસિંહભાઈ ચૌધરી, રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખશ્રી રશ્મિકાંતભાઈ પટેલ, કેમ્પના દાતા – USA સ્થિત ડૉ. કલ્પેશભાઈ તથા જાગૃતીબેન પરીખના પ્રતીનીધીશ્રી રમેશભાઈ પટેલ, રોટરી પ્રમુખ કલ્પેશ પારેખ, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સમીર વાણી, Rotary District 3060 ના સાઉથ ઝોન સર્વીસ પ્રોજેકટ કો-ઓર્ડીનેટર – ગૌરાંગ દેસાઈ, તાપી જિલ્લા આરોગ્ય વિભાગના રાજેશ શેઠ, રોટરી ક્લબ વ્યારાનાં સભ્યો નિલેશ સોની, આશિષ શાહ, અનિતા દેસાઈ, નીતા પારેખ, રોટરેકટર કરીના વાડીલે, રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ નવસારીનાં ડૉ. મયૂરી આચાર્ય અને ઓપ્ટોમેટ્રિસ્ટ ટેકનીશ્યનોની મીલનભાઈ તથા ટીમ અને આશ્રમ શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ, શ્રી ભરતભાઈ સોલંકી વીજિયાબેન ગામીત, માર્થાબેન ચૌધરી તથા શાળાના અન્ય કર્મચારીગણ હાજર રહી સેવા આપી હતી.
કેમ્પમાં આવેલ લાભાર્થીઓ માટે નાસ્તાની અને સ્વયંસેવકો માટે જમવાની વ્યવસ્થા ગ્રામ સેવા સમાજ વ્યારા તરફથી કરવામાં આવી હતી. કેમ્પનાં સુંદર અને સફળ આયોજન કરવા બદલ રોટરી ક્લબ ઓફ વ્યારાએ દરેક સહભાગી સંસ્થાનો આભાર માન્યો હતો. રોટરી ક્લબ ઓફ વ્યારા આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારના સેવા યજ્ઞોનું સતત આયોજન કરતી રહે છે. આગામી તા. 17-2-2025 ને સોમવારના રોજ ડોલારા મુકામે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેની આ વિસ્તારના નાગરીકોને નોંધ લેવા