આજરોજ જાફરાબાદના ટીંબી ગામે ગૌશાળા ના લાભાર્થ આંગણે આયોજિત નાઈટ ટુર્નામેન્ટ ફાઈનલ અને સેમિફાઇનલ મેસ યોજાઈ
આજરોજ ટીંબી ગામે ગૌશાળા ના લાભાર્થ આંગણે આયોજિત નાઈટ ટુર્નામેન્ટ ફાઇનલ અને સેમિફાઇનલ મેસ યોજાઈ હતી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને આજુબાજુના તાલુકાએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ટુર્નામેન્ટની અંદર 66 જેટલી ટીમો જોડાઈ હતી એમાં અત્યારે સેમિફાઇનલ બે અને ફાઇનલ એક ટીમ આવેલી હતી. ત્યારબાદ ફાઇનલ માટે નારાયણ ઇલેવન માણસા અને ટોલનાકા 11 માણસા વચ્ચે ગેમ રમાઈ હતી તેમજ વિજેતાઓ ને 30000 રૂપિયા અને રન ઓફ ટીમને 15 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ,અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખશ્રી ચેતનભાઇ શીયાળ, દિવ મીરર ન્યૂઝ ના તંત્રી માલિક રમેશભાઈ પરમાર તેમજ તાલુકા ભાજપ પ્રમુખશ્રી કુલદીપભાઈ વરુ, ટીંબી ગામ પંચાયત, ટીંબી વેપારી એસોસિયેશન, ડોક્ટરે એસોસિયેશન,તથા ટીબી ગામના યુવાનો વડિલો,તેમજ આજુબાજુના લોકો એ ટીંબી નાઈટ ટુર્નામેન્ટ નિહાળી હતી
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના