વાવ થરાદ,
થરાદ,
ABVP થરાદ દ્વારા પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી
પ્રદેશ કારોબારી સદસ્ય રાજેશભાઈ જોષી(નાનોલ) સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા,
પ્રતિનિધિ : થરાદ
૨૭મી ફેબ્રુઆરીના રોજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો હોઈ અનેરા ઉત્સાહ સાથે પરીક્ષાર્થી ભાઈઓ – બહેનો પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા, ત્યારે થરાદની જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા હોઈ શાળામાં પ્રવેશતા પરીક્ષાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ દ્વારા કંકુ અક્ષતથી તિલક કરી સાકર વડે મોં મીઠું કરાવીને તેમજ શુભેચ્છાપત્ર આપી પરીક્ષાર્થી ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
થરાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો, આ પ્રસંગે જનતા હાઈસ્કૂલ થરાદ શાળાના આચાર્ય નારણભાઈ, એબીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય રાજેશભાઈ જોષી(નાનોલ), થરાદ નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી બંકિમભાઈ દવે, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત, નગર એસએફએસ કૈલાસસિંહ રાજપૂત સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર,, હમીરભાઇ રાજપુત થરાદ,







Total Users : 158534
Views Today : 