દાંતા પોલીસે બાતમી આધારે અંબાજી થી ખેડા જતી બસમાંથી વિદેશી દારૂની હેરા ફેરી કરતી બે મહિલાઓની ઝડપી પાડી મદદનીશ પોલીસ અધિક્ષક દાંતા વિભાગ અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કામગીરી કરી હતી દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમી મરી હતી બાતમીના આધારે પોલીસ અંબાજી થી ખેડા જતી બસને જાણતા પોલીસ સ્ટેશન આગળ રોકાવી હતી બસની પાછળની સીટમાં બેઠેલી બે મહિલાઓને શંકાના આધારે પકડવામાં આવી હતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ આ બંને મહિલાઓની તપાસ કરતાં તેમની પાસેથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની ભારતીય બનાવટી વિદેશી દારૂ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 10260 થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે. બંને મહિલા વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે… રિપોર્ટર મમતા નાઈ અંબાજી





Total Users : 152515
Views Today : 