*ધામડીમાં વડીલોના વૃંદાવનમાં સંતશ્રી પંકજદાસજી મહારાજ*
સાબર ડેરીના ડિરેક્ટર અને કડવા પાટીદાર સમાજ પ્રમુખ સ્વર્ગસ્થશ્રી જયંતીભાઈ પાટીદારે ચાર વર્ષ પહેલાં શરૂ કરેલ વડીલોના વૃંદાવન કાર્યક્રમ અંતર્ગત તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણાના સંતશ્રી પંકજદાસજી મહારાજ ઉપસ્થિત રહી અને સર્વે હરિભક્તોને અમુલખ દિવ્ય સંતવાણી નો લાભ આપ્યો હતો સાદી અને સરળ ભાષામાં તેમને નિત્ય અને અનિત્યનો ભેદ તથા પરમાત્મા સરળ છે. પરંતુ આપણે સહજ બનીને તેમને પામવાની કોશિશ કરતા નથી. તો આપણે પણ સરળ બની અને સરળ પરમાત્માને પામવા માટેની નિત્ય કોશિશ કરવી જોઈએ.
માનવ જીવન શાના માટે..? આપણને મળેલ મનુષ્ય અવતાર ને સાર્થક કરવા માટે જીવનમાં શું કરવું જોઈએ તે અંગેની વિસ્તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે સંતશ્રી ધુળારામ મહારાજ, સંતશ્રી મણીરામ મહારાજ, સંતશ્રી દશરથસિંહજી બાપુ, નાના મણીરામ મહારાજ, કિસાન સંઘના પ્રમુખશ્રી શામળકાકા, જ્યોતિ હાઈસ્કૂલના શ્રી જીતુભાઈ સાહેબ, સ્વર્ગસ્થ જયંતીભાઈ પાટીદારના દીકરા ભરતભાઈ પટેલ તથા ધનાલકંપાના શ્રી વાલજી બાપા તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સૌ સંતોએ પોતાની દિવ્ય અમુલખ વાણીનો પ્રસાદ સૌ હરિભક્તોને પીરસ્યો હતો. જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમને શુભેચ્છા આપી હતી. આભાર દર્શન શ્રી શંકરભાઈ પટેલે કર્યો અંતમાં સૌ હરી ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને છૂટા પડ્યા હતા
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153810
Views Today : 