(એક ભારત ન્યુઝ-સંજય ગાંધી)
ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારાના સૌજન્યથી નવી વસાહત પ્રાથમિક શાળા વ્યારામાં દાતાશ્રી લંડન નિવાસી ભૂમિકાબેન પરમાર હસ્તે ઇલાબેન કાંતિભાઈ પંચોલી ના યોગદાનથી 50 LPH નો R.O.cooling water plant નો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ઠંડું અને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી છે આવા પ્રકારના પ્રોજેક્ટ થી શાળાના વિકાસ અને સુવિધાઓમાં સુધારો આવે છે આ સંપૂર્ણ પ્રોજેક્ટ ને પૂર્ણ કરવામાં ભરતભાઈ રાણા અને પ્રોજેક્ટ ચેરમેન ફાલ્ગુની બહેને મહત્તમ ફાળો ભજવ્યો આ પ્રસંગે ક્લબનાં પ્રેસિડન્ટ મીનાક્ષીબેન શાહ, સેક્રેટરી ફાલ્ગુની બેન રાણા, પાસ્ટ પ્રેસિડેન્ટ દિપાલી બેન શાહ, દાતાશ્રીઓ, શાળાના આચાર્ય શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. અંતે શાળાના આચાર્યે ક્લબ અને દાતાશ્રી ઓનો આભાર વ્યક્ત કર્યો હતો