વડાલી સ્ટેટ હાઇવે પર વેપારી સવારે દુકાન ખોલવા જતા ગઠિયો ૫૨,૦૦૦/- ની બેગ લઈને પલાયન
વડાલી હાઈવે પર મોબાઇલની દુકાન ચલાવનાર વેપારી થયો ગઠિયા નો શિકાર
વડાલી શહેરમાં હાઇવે પર આવેલ ડાયમંડ મોબાઇલ દુકાનના માલિક મન્સૂરી ઈરફાનભાઇ એસ. ના જણાવ્યા અનુસાર રવિવારે સવારે ઘરેથી નીકળી ૯:૦૦ કલાકે દુકાને પહોંચ્યા અને દુકાનના શટર આગળ બેગ મૂકી દુકાન ખોલતા હતા તે દરમિયાન કોઈ બે અજાણ્યા ઈસમો બેગ ઉઠાવીને પલાયન થયા હતા અને પાછળથી આવી રહેલ એકટીવા પર બેસીને ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી દુકાન માલિકના જણાવ્યા મુજબ બેગ ની અંદર ૫૨,૪૫૦/- રોકડ રકમ સહિત સહી કરેલા ચેક ખાતાં બુકો પાસબુક એટીએમ અને જરૂર ડોક્યુમેન્ટ હતા
રિપોટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા