છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા અને નામ બદલીને સાધુ બનીને રહેતા આરોપીને વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસની ટીમને પકડવામાં મળી સફળતા.
(એક ભારત ન્યુઝ-સંજય ગાંધી)
21 વર્ષથી સાધુના સ્વાંગમાં ફરાર લૂંટારો, 2004માં રિવોલ્વરના જોરે લૂંટ કરનાર આરોપીને ભીલાડ પોલીસે કાશી મઠમાંથી પકડી પાડ્યો હતો.વલસાડ જિલ્લાના એસએસપી ડો.કરણરાજ વાઘેલાની સૂચના મુજબ ભીલાડ પોલીસે જુના કેસોની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 2004ના લૂંટ કેસનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. આરોપી આનંદ શવિપૂજન તિવારી અને તેના સાથીઓએ ફરિયાદીને બાંધીને રિવોલ્વર, છરી અને પિસ્તોલ જેમ કે તેઓએ હથિયારોનો ઉપયોગ કરીને તેની પાસેથી 23,500 રૂપિયાની લૂંટ કરી હતી. આરોપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી મારુતિ કારમાં નાસી ગયો હતો.
પોલીસથી બચવા માટે આરોપીએ સાધુનો વેશ ધારણ કર્યો હતો. તેઓ કાશીના ચૌસાથી મઠમાં “શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ” નામથી રહેતા હતા. ભીલાડ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.પી. ડોડિયાના માર્ગદર્શન હેઠળની વિશેષ ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસની ટીમ વેશધારણ કરી આશ્રમ પહોંચી અને આરોપીને પકડી લીધો.21 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ઉમરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.






Total Users : 152517
Views Today : 