ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાટસણ પ્રાથમિક શાળાનો દબદબો.
પાંચ વિભાગ પૈકી ચાર વિભાગમાં પ્રથમ ક્રમ સાથે ભાટસણ અગ્રેસર
વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, જિજ્ઞાસાવૃતિ કેળવાય તે હેતુસર જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત ભાટસણ સી.આર.સી.આયોજિત સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સરસ્વતી તાલુકાની ભાટસણ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ સી.આર.સી કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પોતાની કૃતિઓ પાંચે પાંચ વિભાગમાં મુકેલ હતી. જેમાં વિભાગ 1. હેલ્થી હેબિટ્સ, વિભાગ 2. સેવ અર્થ, વિભાગ 4. રોપ-વે, વિભાગ 5. મેથ્સ મલ્ટી પર્પઝ મોડલ. આમ ભાટસણ પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ સુથારના માર્ગદર્શનમાં શાળાના શિક્ષકશ્રીઓ પરમાર રાજેશભાઈ, રાવળ નીલમબેન અને શ્રીમાળી નિલેશભાઈના માર્ગદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ સુંદર દેખાવ કરી પાંચ પૈકી ચાર વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા સીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી દિલીપભાઈ દેસાઈ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ