સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરની શ્રી બી સી શાહ આર્ટસ કોલેજ નું ગૌરવ..
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત પ્રિ. એન. એસ. એસ ડે પસંદગી કેમ્પનું આયોજન તા.૧૪/૯/૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું. હેમ. ઉ. ગુજ. યુનિ. પાટણમાં આવતી પાંચ જિલ્લાની અલગ અલગ કોલેજોમાંથી ૧૩૭ સ્વયંસેવકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં શેઠશ્રી બી. સી. શાહ આર્ટ્સ કોલેજ, વડાલી ના પાંચ વિદ્યાર્થીઓએ અનુક્રમે વકતૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, એકપાત્રિય અભિનય અને વાજિંત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી નિબંધ સ્પર્ધામાં પલ્લવી ચૌધરી અને વાજિંત્ર સ્પર્ધામાં યશ પટેલ રાજ્યકક્ષાની રાષ્ટ્રીય સેવ યોજના દિવસમાં ભાગ લેવા પસંદગી પામ્યા હતા.
ગુજરાત રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી ૨૨ થી ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન સરદાર પટેલ યુનિ. વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે યોજવામાં આવી જેમાં ગુજરાત રાજ્યની વિવિધ યુનિ.માં પ્રિ. એન.એસ.એસ ડે પસંદગી પામેલ વિદ્યાર્થીઓમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં વાજિંત્ર સ્પર્ધામાં ઉત્તર ગુજરાત યુનિ.પાટણની શેઠશ્રી બી. સી. શાહ આર્ટ્સ કોલેજ, વડાલીના તેજસ્વી વિદ્યાર્થી યશકુમાર ચંદ્રેશકુમાર પટેલ તૃતિય ક્રમે આવી રાજ્યકક્ષાનું પ્રમાણપત્ર અને એવોર્ડ મેળવી હેમ.ઉ.ગુજ. યુનિ.પાટણ, આર્ટ્સ કોલેજ,વડાલી તથા કોલેજના એન. એસ. એસ. યુનિટનું નામ રોશન કરેલ છે. તેની આ પ્રતિભાશક્તિને કોલેજના આચાર્યશ્રી ડૉ.એન.આર.પટેલ, સંસ્થાના પ્રમુખશ્રી તખતસિંહ હડિયોલ તથા એન.એસ.એસ પ્રો.ઑફિસર આરતીબેન રાઠોડ અને સમગ્ર સ્ટાફ પરિવારે બિરદાવી આશીર્વચન પાઠવ્યા હતા.
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા