*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*લાખણી તાલુકામા મડાલ ખાતે ઓબીસી અનામત વર્ગીકરણ બાબતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું..*
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામા મડાલ ખાતેથી ઓબીસીમા આવતા વિકાસથી વંચિત દરેક સમાજોનાં બંધારણીય હક્ક અને અધિકારો મેળવવા માટે શ્રી ગણેશ મડાલ ખાતેથી કરવામાં આવ્યા..
ઓબીસી અનામતમા રહેલી ખામીઓનાં લીધે વર્ષોથી વિકાસથી વંચિત રહેતા સમાજોને ઓબીસી વર્ગીકરણથી થતા ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા..
અને આગામી સમયમા લાખણી તાલુકાનાં દરેક ગામડાઓમા ચિંતન શિબિર યોજીને ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજોને જાગૃત કરી પોતાના બંધારણીય હક્ક/ અધિકારો મેળવવાં ઓબીસી વર્ગીકરણ જાગૃકતા અભિયાન ચલાવવા સંકલ્પ કરવામાં આવ્યો…
મોટી સંખ્યામાં ગામના જાગૃત યુવાનો ઉપસ્થિત રહી ઓબીસી વર્ગીકરણ સમિતિ મડાલ દ્વારા ગુજરાત માંગે ઓબીસી વર્ગીકરણનો હુંકાર કરવામાં આવ્યો……