વી એન રૂડાણી એસોસીએટ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ અને અતિવીર સિમેન્ટના સૌજન્ય થી શ્રી વિનોદભાઈ રૂડાણી અને વિનયકાંત દોશી દ્વારા હોટલ સીટી આર એમ ઈડર મુકામે વસંત બહાર સુર સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. ગોલ્ડન એરા નું સૂત્ર છે વી આર નોટ ઓલ્ડ, બટ વી આર પ્યોર ગોલ્ડ. 60 કે તેથી ઉપરના સિનિયર સિટીઝનને મોજ કરાવવા જુના હિન્દી તથા ગુજરાતી ફિલ્મોના કલેક્શન માંથી પસંદ કરેલ ગીતો ગાવામાં આવ્યા હતા. વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા ગાયક કલાકાર શ્રી આમીન પઠાણ ભુજ થી પધાર્યા હતા અને વોઈસ ઓફ લતા તરીકે જાણીતા ઇન્દુમતી ઠાકુર દિલ્હીથી પધાર્યા હતા. મુકેશ અને લતાના સ્વરમાં વ્યક્તિગત અને ડ્યુએટ્સ ગીતોની મહેફિલનો આનંદ સૌ સિનિયર સિટીઝનો એ ભરપૂર આનંદ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં અનેકવિધ ડોક્ટરો વકીલો અને એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા. વડીલ શ્રી શામજીબાપા, વેલજી બાપા અને કરસનબાપા પૂરો સમય ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર આશિત દોશી, કૈલાશસિંહ તવર, આઈ કે પટેલ, વડાલી જીન ચેરમેન ભોગીલાલ પટેલ, ભુજથી હરિલાલ ગોર, મુંબઈથી હિંમતલાલ રૂડાણી, નૈમેશ ગાંધી, એન્જિનિયર ચંદુલાલ લાલુ કંપા, ભવાનસિંહજી વાઘેલા, રાજેન્દ્રસિંહ દેવડા, ધવલભાઇ સુથાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલને આગવી શૈલીમાં કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દેવજીભાઈ દરજી, મહેન્દ્રભાઈ પટેલ, યશપાલ પુરોહિત એ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતમાં એન્જિનિયર શ્રી વિનોદભાઈ રૂડાણીએ સદગુરુ સાઉન્ડ, ઈડરના સથવારે સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ એવા શ્રી આમીન પઠાણ અને ઇન્દુ ઠાકુરનો હૃદયના પુરા ભાવથી આભાર માન્યો હતો.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891