Sunday, April 20, 2025

વડાલીમાં સામૂહિક આપઘાત મામલે બે વ્યાજખોરો સામે પાંચ દિવસ બાદ ફરિયાદ નોંધાઈ 

વડાલીમાં સામૂહિક આપઘાત મામલે બે વ્યાજખોરો સામે પાંચ દિવસ બાદ ફરિયાદ નોંધાઈ

 

પોલીસે એક આરોપી ની અટકાયત કરી બીજો આરોપી પોલીસ પકડથી દૂર ફરાર

 

 

વધુ પડતા દેવાના કારણે ઝેર પીધું હતું જેમાં પોલીસે બેંકના એજન્ટ ની ધરપકડ કરાઈ બીજો આરોપી ફરાર

 

સાબરકાંઠા ના વડાલી માં સામૂહિક આપઘાત મામલે પરિવારની એકમાત્ર જીવિત દીકરીનો વીડિયો વાયરલ થયો

 

જેમાં દીકરી જણાવી રહી છે કે મારા પિતાને કેટલાક લોકો મારવાના હતા તેમજ કેવી રીતે આપઘાત કર્યો તે અંગે ખુલાસો કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડાલી પોલીસે બે વ્યાજખોરો સામે 5 દિવસ બાદ ફરિયાદ નોંધી છે.

 

સાબરકાંઠા માં વડાલીમાં આપઘાત કરનાર દીકરીનો વીડિયો સામે આવ્યો છે. પરિવારમાં એકમાત્ર જીવિત દીકરી વાયરલ વીડિયો માં આપઘાત અંગે જણાવી રહી છે. કેટલાક લોકો મારા પિતાને મારવાના હતા, મારા પિતાને જીવનું જોખમ હતું. વ્યાજખોરોના ત્રાસથી આખરે પરિવારે આપઘાતનો નિર્ણય કર્યો હતો તેમ દીકરીએ વાત કરી છે. આપઘાત વિશે વધુ જણાવતા કહે છે કે પહેલા કુવા પર આપઘાતનો પ્લાન કર્યો હતો, પછી આખરે ઘરે જ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો. વડાલીમાં આપઘાતને પગલે ઉત્તર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. સગર પરિવારના 5 પૈકી 4 સભ્યોના મોત થઇ ચુક્યા છે.

 

બે વ્યાજખોરો સામે વડાલી પોલીસે આખરે 5 દિવસ બાદ ફરિયાદ નોંધી છે. પાંચ સભ્યોના પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થઈ ચુક્યા છે. બચી ગયેલી એક દીકરી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. વડગામડાના અંકિત નારાયણ પટેલ, હાથરવાના ભદ્રરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સગર પરિવારના પતિ-પત્નીના મોત બાદ 3 બાળકો સારવાર હેઠળ હતા. જેમાં 2 બાળકોના મોત નિપજતાં સમગ્ર પરિવાર આઘાતમાં છે.

 

તમને જણાવી દઈએ કે દેશમાં આત્મહત્યાના આંકડા ચિંતાજનક છે અને તાજેતરના વર્ષોમાં તેમાં વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા અનુસાર, 2022 માં ભારતમાં કુલ 1,71,000 આત્મહત્યા નોંધાઈ હતી. આ સંખ્યા પાછલા વર્ષો કરતા લગભગ 2.6% વધુ હતી. સરેરાશ, દરરોજ લગભગ 468 આત્મહત્યા ના કિસ્સાઓ બનતા હતા, જેનો અર્થ એ થાય કે દર કલાકે લગભગ 19-20 આત્મહત્યાના કિસ્સાઓ બનતા હતા. વર્ષ 2021 માં 164033 આત્મહત્યા નોંધાઈ હતી, જેમાં પુરુષોનું પ્રમાણ 70% થી વધુ હતું.

 

તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores