શ્રી ઉમિયા માતાજી ફોટો તથા સત્સંગ કીટ વિતરણ કાર્યક્રમ યોજાશે
આગામી તારીખ 27 એપ્રિલ ને રવિવારના રોજ ખેડબ્રહ્મા તાલુકા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિરની સ્થાપના માટે માતાજીનો ફોટો તથા મહિલા સત્સંગ મંડળને સત્સંગ કીટનું વિતરણ ઉમા કન્યા છાત્રાલય, ખેડબ્રહ્મા મુકામે સવારે 9:00 વાગે કરવામાં આવશે. આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલ અધ્યક્ષ સ્થાન શોભાવશે. મુખ્ય મહેમાનમાં શ્રી ગોવિંદભાઈ વરમોરા, સરદારધામના ઉપપ્રમુખ શ્રી અબજીભાઈ ધોળું, સરદાર ધામના મંત્રીશ્રી બી.કે પટેલ, પૂર્વ કલેકટરશ્રી ઘોડાસરા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ, ઉમિયા માતાજી સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ, ટ્રસ્ટીશ્રી જીવરાજભાઈ, જ્યોતિ હાઈસ્કૂલ પ્રમુખશ્રી જેઠાભાઈ, કન્યા વિદ્યાલય પ્રમુખશ્રી મણીભાઈ, મહિલા સંગઠનના ચેરમેન જાગૃતીબેન તથા પ્રેમિલા બહેન અને મોટી સંખ્યામાં ખેડબ્રહ્મા તાલુકાના કડવા પાટીદાર ભાઈ બહેનો ઉપસ્થિત રહેનાર છે. સવારે 8:00 વાગ્યે શોભાયાત્રા જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માથી પ્રસ્થાન કરવામાં આવશે. જે સરદારચોક, શીતલ ચોક, લક્ષ્મીપુરા ચાર રસ્તા થઈ અને કન્યા વિદ્યાલયમાં પહોંચશે. જેની તૈયારી ખેડબ્રહ્મા સમાજ પ્રમુખ શ્રી રવજીભાઈ શ્રોફ, મંત્રી શ્રી ચતુરભાઈ પટેલ અને તેમની ટીમ કરશે તેવું જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891