ઈડર શહેર માં બંધના એલાન દરમ્યાન સજ્જડ બંધ.
(જીંકેશ લિંબાચિયા)
જમ્મુ કાશ્મીરના પહેલગામ માં ઈસ્લામિક આતંકવાદી ઘટનાના પગલે ઈડરમાં આજે ગુરુવારે શહેર બંધનું એલાનના પગલે સમગ્ર શહેરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. સમસ્ત હિન્દુ સમાજ ઈડર દ્વારા જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કરએ તોયબાના આતંકવાદીઓ એ હિન્દુ ધર્મ ના લોકો તથા વિદેશી નાગરિકો ને ટાર્ગેટ બનાવી જે નિર્દોષ લોકો પર હુમલો કરવામાં આવ્યો છે આ કાયરાના હુમલાના વિરોધ માં ઈડર શહેર બંદનું એલાન ઈડર વેપારી મંડળ એસોસિએશન અને લારી-ગલ્લા પાથરણા તરફથી સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે.ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયના તમામ રોજગાર ધંધા બજારો સજ્જ બંધ રાખવામાં આવ્યા હતા
. સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે ઇડર તિરંગા સર્કલ ખાતે આતંકીઓ નું પૂતળા દહન અને કેન્ડલ માર્ચ યોજાશે તો બડોલીમાં સંકટ મોચન હનુમાનજી મંદિરે સાંજે ૭ વાગે કેન્ડલ માર્ચ યોજાશે.