હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ કાર્યક્રમ જીલ્લા પંચાયત પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં યોજાયો
કાર્યક્રમમાં બિહારના મધુબની ખાતેના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું લાઇવ પ્રસારણ નિહાળ્યુ
સાબરકાંઠામાં જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ કાર્યક્રમ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે ભારતની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં ગામડાઓનું હંમેશા મહત્વ રહ્યું છે.પૂ.મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામસ્વરાજનું મહત્વનું એકમ તરીકે વર્ણવ્યું છે. પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ભારતના બંધારણમાં બંધારણ સુધારા મારફત સ્થાન આપવામાં આવ્યુ છે. વિકાસની પ્રક્રિયામાં સત્તાનું વિકેન્દ્રીકરણ મહત્વનું છે. પંચાયતીરાજ વ્યવસ્થા એ સત્તાના વિકેન્દ્રીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. પંચાયતી રાજ વ્યવસ્થાને વધુને વધુ સુદ્રઢ બનાવવા માટે સ્થાનિક સ્વરાજના પ્રતિનિધિશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ વચ્ચેનું સુવ્યવસ્થિત સંકલન મહત્વનું હોય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી છેવાડાના વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી પાયાની મહત્વની સુવિધાઓ અને સરકારી યોજનાઓનો લાભ પહોચાડવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં વિકાસલક્ષી વિવિધ કાર્યો પ્રગતિ તળે છે. જિલ્લાની વિવિધ પંચાયત વિકાસશીલથી વિકસિત પંચાયત બનવા તરફની દિશામાં છે. આ સાથે જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિગતે ચર્ચા કરી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના મધુબનીથી પંચાયતી રાજ દિવસ-૨૦૨૫ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવી સંબોધન કર્યું હતુ. સાથે જ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતુ.
આ કાર્યક્રમમાં જમ્મુ કાશ્મિરના પહલગામમાં થયેલા આતંકી હુમલમા શહીદ થયેલા નિર્દોશ લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયા,રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા,ધારાસભ્યશ્રી વી. ડી ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,અગ્રણીશ્રી કનુભાઈ પટેલ,અગ્રણીશ્રી વિજયભાઇ પંડ્યા સહિત વિવિધ પદાધિકારશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891