ખેડબ્રહ્માના ઉંબોરા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સે મહિલાની
સફળ પ્રસુતિ કરાવી*
સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ઉંબોરા ગામે ૧૦૮ એમ્બ્યુલન્સે મહિલાની
સફળ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરી છે. ઉંબોરા ગામે રહેતા મંજુલાબેન ભુરાભાઈ પરમારને પ્રસૃતિની પીડા શરૂ થતા તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક સાધ્યો
હતો. આ ઘટનાની જાણ થતાં ફરજ પર હાજર ઇ.એમ.ટી ગીતા દામા અને પાયલોટ સુરેશભાઈ સ્થળ પર પહોંચી દર્દિને ખેરોજ પી.એચ.સી હોસ્પિટલ લઇ જવા નિકળ્યાં હતા. રસ્તામાં માતાના વાઇટલ તપાસ કરતા પ્રસૃતિની પીડા વધતા ગીતાબેને તત્પરતા દર્શાવી અને એમ્બ્યુલન્સ માં જ પ્રસૃતિ કરાવી હતી. જેમાં માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
માતા અને બાળકને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખેરોજ પી.એચ.સી લઈ ગયા હતા અને ત્યારબાદ માતા મંજુબેન અને ભુરાભાઈએ 108 એમ્બ્યુલન્સ સેવાનો આભાર માન્યો હતો.
તસવીર અહેવાલ . વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891