જિલ્લા કલેકટર એકલા શું કરે,ગીર ગઢડા પુરવઠા વિભાગ સસ્તા અનાજમાં ચાલતી ગેરકાયદેસર રીક્ષાઓ પર ક્યારે કાયૅવાહી કરશે?
ઉના: તાલુકાના કંસારી, ભાચા, ઝુડવડલી, ભડીયાદર અને મેણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દીનદયાળ ઉપાધ્યાય રાશનકાર્ડ લાયસન્સ ધરાવતી દુકાનો પરથી ગરીબ કાર્ડધારકોને મફતમાં મળતો અનાજનો જથ્થો બારોબાર વેચી મારવાના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ થયો છે.
થોડા સમય પહેલાં જાગૃત નાગરિક દ્વારા મામલતદાર અને જિલ્લા રાજ્ય સરકાર સુધી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અને બિનજરૂરી કાર્ડધારકોને અનાજ વિતરણ બંધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ઉના મામલતદાર ડી.કે. ભીમાણી અને પુરવઠા નાયબ મામલતદાર તેજલબેન સહિતના સ્ટાફે ગત સાંજે ચાચકવડ રોડ પરથી પસાર થતી એક ડીઝલ રિક્ષાને અટકાવીને તલાશી લીધી હતી.તલાશી દરમિયાન રિક્ષામાંથી અલગ અલગ પ્લાસ્ટિકના બાચકામાં શંકાસ્પદ ભરેલા ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો.જેના બિલ તેમજ સંતોષ પૂર્વક જવાબ ના મળતા પુરવઠા વિભાગે આ જથ્થો કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ચાલતી ગેરરીતિઓ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે
રિપોર્ટર ધર્મેશ ચાવડા