Saturday, April 26, 2025

અગ્નિ સલામતી સપ્તાહ – તા. ૨૧ થી ૨૫ એપ્રિલ, ૨૦૨૫

અગ્નિ સલામતી સપ્તાહ – તા. ૨૧ થી ૨૫ એપ્રિલ, ૨૦૨૫

સ્થળ: GMERS સિવિલ હોસ્પિટલ, હિંમતનગર, જિલ્લા: સાબરકાંઠા

 

હિંમતનગર: તા. ૨૧ થી ૨૫ એપ્રિલ, ૨૦૨૫ – GMERS સિવિલ હોસ્પિટલ, હિંમતનગર ખાતે “અગ્નિ સલામતી સપ્તાહ – ૨૦૨૫” ની ઉજવણી અંતર્ગત આજ રોજ આગની સલામતી અંગે જાગૃતિ વધારવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ફાયર ઓફિસર શ્રી નઝરઅલી માસુ તથા હોસ્પિટલના ફાયર સ્ટાફના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં નર્સિંગ સ્ટાફ, સુરક્ષા સ્ટાફ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, હાઉસકીપિંગ તેમજ દર્દીઓના સાથીગણને અગ્નિ સુરક્ષાની માહિતી આપવામાં આવી.

 

કાર્યક્રમમાં નીચેની મહત્વની પ્રવૃત્તિઓ યોજવામાં આવી: 

– અગ્નિ સલામતી પ્રતિજ્ઞા

– અગ્નિ સલામતી સંબંધી પોસ્ટર રજૂઆત

– અગ્નિ સલામતી ક્વિઝ

– ફાયર સેફ્ટી સાધનોનું નિરીક્ષણ અને પ્રદર્શન

– ટેબલટોપ ડિસ્કશન – આગ અકસ્માત સમયે શું કરવું?

– Live Fire System Testing & Fire Fighting Operation ડેમો

– ફાયર ઇવેક્યુએશન ડ્રિલ (દર્દીઓની સલામત ખસેડવાની પ્રક્રિયા)

 

આ સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ “અગ્નિ સામે તૈયારી – જીવન માટે જોગવાઈ” રહ્યો હતો.

આજના કાર્યક્રમથી ઉપસ્થિત સૌએ અગ્નિથી થતી નુકસાની સામે કેવી રીતે તૈયાર રહેવું અને સલામતી સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી મેળવી.

 

આ વિશિષ્ટ પ્રસંગે Medical Superintendent, CDMO, AHA, તેમજ વિવિધ ડિપાર્ટમેન્ટના HODs હાજર રહી કાર્યક્રમને સફળતા આપી હતી તથા આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી.

 

 

GMERS સિવિલ હોસ્પિટલ, હિંમતનગર

સાબરકાંઠા – ગુજરાત

 

#FireSafeHealthcare

રિપોર્ટર કમલેશ સિંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores