✍️પાટણ ડાયેટ ખાતે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો.
✍️વિજેતાઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર અપાયાં.
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ આયોજિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી પાટણ ના સહયોગથી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ આજરોજ પાટણ ડાયટ મુકામે યોજાયો. જેમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને સંગીત વાદન એમ ચાર સ્પર્ધાઓનું આયોજન થયું.
રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચનાનું કૌશલ્ય, ગાયન કૌશલ્ય અને વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્ય ના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે જિલ્લા કક્ષાનું કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કલા ઉત્સવ કાર્યક્રમની થીમ G20 – વસુધૈવ કુટુમ્બકમ અંતર્ગત તાલુકાના 68 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પાટણ ડાયટના પ્રાચાર્ય શ્રી ડૉ.પિંકીબેન રાવલ જણાવ્યું કે વિજેતા બાળકો ઝોન કક્ષાએ ભાગ લેવા જશે. તમામ બાળકોને ખુબજ સુંદર રજૂઆત કરી હતી, તમામ બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.
વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને માર્ગદશન આપવા જિલ્લા પ્રાથમીકશિક્ષણાધિકારી વ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, તેમના વરદ હસ્તે ઇનામ વિતરણ કરાવવામાં આવ્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર તેમજ પ્રમાણપત્ર અને પુરસ્કાર ઇનામ આપવામાં આવ્યા હતા. ડાયટ સિનિયર લેક્ચર ડૉ.ઝંખના બેન ભટ્ટી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતા પૂર્વક કર્યું હતું.
અહેવાલ .ઇમરાન મેમણ પાટણ