Tuesday, April 29, 2025

સાબરકાંઠાના ૮૭ પર્યાવરણ પ્રેમી શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ ઍવોર્ડ-૨૦૨૫થી સન્માનવામાં આવ્યા.

સાબરકાંઠાના ૮૭ પર્યાવરણ પ્રેમી શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ ઍવોર્ડ-૨૦૨૫થી સન્માનવામાં આવ્યા.

 

ગાંધીનગર ખાતે તા.૨૭/૪/૨૫ રવિવારે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર રાજ્ય નાં પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ ૫ર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં. જેમાં સાબરકાંઠા જિલ્લાના 87 શિક્ષકો ઉપસ્થિત રહ્યા જેમાં સાબરકાંઠા જિલ્લા સંયોજકશ્રીઓ સંદીપભાઈ પટેલ( શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલી (ઈડર) તથા ઉમંગભાઈ રાવલ(નીચીધનાલ કંપા પ્રાથમિક શાળા, ખેડબ્રહ્મા) સાત તાલુકાના સંયોજકશ્રીઓ તથા પ્રાથમિક તથા માધ્યમિક શાળાના શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા જેમને ગુજરાત મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી સાહેબ તેમજ તેમના પિતાશ્રી તથા મહેમાનોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.જેમાં પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહેલા શિક્ષકો તેમજ પર્યાવરણપ્રેમી મિત્રોની માહિતી તેમજ ફોટોગ્રાફ્સ એકત્ર કરીને કુલ ૨,૫૨૫ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.અને રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, પ્રદૂષણ નિવારણ,જળ સંચય,પ્લાસ્ટિક મુક્તિ, ઊર્જા બચત, જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા તથા સમાજમાં જાગૃતિ લાવવાનાં હેતુસર રાજ્યના સૌથી મોટા અને વિશિષ્ટતા ધરાવતા ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’નાં વિતરણનું આયોજન કરીને નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપવામાં આવ્યો.આ તકે ખાસ ઉપસ્થિત રહીને જી.સી.ઈ.આર.ટી.-સચિવશ્રી એસ.જે.ડુમરાળીયા સાહેબે તમામ પર્યાવરણ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

 

તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores