ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 9 માસથી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાન નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના આપેલ હોય જે સંદર્ભે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.આર પઢેરીયા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન ના ઓએ પોલીસના માણસોની તે દિશામાં સતત તપાસમાં રહી આવા ઈસમોને પકડવા માટે સૂચના આપેલ હતી
જે આધારે તારીખ 28/ 4/ 2025 ના રોજ અ.હે.કો. ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ તથા તેમની ટીમના માણસો આ દિશામાં વોચ તપાસમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ.પો.કો. પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ ને ખાનગી બાતમીદારથી બાતમી મળી કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ એ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ મુજબના ગુનામાં કામે છેલ્લા 9 માસથી નાસતો ફરતો આરોપી જયંતીભાઈ લુખાભાઈ ગમાર રહે. બુરીયા તાલુકો કોટડા છાવણી રાજસ્થાન વાળો સ્ટેશન આગળ ઈકો ગાડીઓ પાસે ઉભો છે અને તેને શરીરે મહેંદી કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે બાતમી ના આધારે બસ સ્ટેશન આગળ પહોંચી તપાસ કરતા ઉપરોક્ત વર્ણન વાળો આરોપી મળી આવતા જેને પૂછપરછ કરતા ઉપરના ગુન્હામાં સામેલ હોવાની કબૂલાત કરતા તેના વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે નાસતા ફરતા અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
આમ છેલ્લા 9 માસથી નાસતા ફરતા આરોપી ને પકડવા માં ખેડબ્રહ્મા પોલીસની સફળતા મળી હતી
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891