ઊના પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં ગુમ વ્યક્તિનો જીવ બચાવ્યો
ઉના:તા.૦૩/૦૫/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૧ વાગ્યે ઉનાના રહેવાસી શ્રીમતી આરતીબેન માધવભાઇ રેણુકાએ ઉના પોલીસ સ્ટેશન ખાતે આવીને જાણ કરી કે તેમના પતિ ઘરે ઝઘડો કરી સુસાઇડ નોટ લખીને જતા રહ્યા છે.ફરજ પરના PSO શ્રી રેખાબેન ચાંડેરાએ તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણાને આ અંગે જાણ કરી. ગુમ થનાર વ્યક્તિના મોબાઇલનું લોકેશન તુરંત જ ટ્રેક કરવામાં આવ્યું અને ફક્ત ૨૦ મિનિટમાં જ પોલીસની ટીમના એ.એસ.આઇ.મનુભાઇ વાળા, પો.કોન્સ.રવિસિંહ ગોહીલ અને પો.કોન્સ.ભાર્ગવભાઇ ચૌહાણે ગુમ થનારને ગાંગડા-સનખડા રોડ પરના વાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા.પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ગુમ થનારનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેમને તેમના પરિવારજનોને હેમખેમ પરત સોંપવામાં આવ્યા. આ રીતે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એક વ્યક્તિનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા








Total Users : 153829
Views Today : 