વડાલી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની ઢોલ નગારા સાથે વાજતેગાજતે તાજપોષી કરવામાં આવી

વડાલી તાલુકાના નગરપાલિકામાં અઢી વર્ષ પૂરો થતાં નવીન કારોબારીની રચના થઈ છે ત્યારે આજે શુભ મુહર્તમાં વડાલી નગરપાલિકાના પ્રમુખ શ્રી યશરાજસિંહ ભાટીનું પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું હતું સાથે સાથે ઉપપ્રમુખ તરીકે કૈલાસબેન જે.નાઈ એ પણ પોતાની જવાબદારી સંભાળી હતી ત્યારે વડાલી નગરમાં હર્ષની લાગણી જોવા મળી રહી હતી તમામ નગરપાલિકા ના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના વડાલી નગર પ્રભારી હોદ્દેદારો અને સમગ્ર નગરજનોની હાજરીમાં તાજપોષી કરવામાં આવી હતી ત્યારે વડાલી નગરના તમામ વર્ગના લોકો દ્વારા તેમનું ફુલહાર અને શાલથી તેમજ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની શરૂઆત ઢોલ નગારા વગાડીને ફટાકડા ની આતિષબાજી થી થઈ હતી પોતાનું પ્રમુખ પદ સંભાળ્યા પછી શ્રી યશરાજસિંહ ભાટી દ્વારા વડાલી નગરપાલિકામાં અધૂરા રહેલા કામો અને નવીન આવનાર સમસ્યાઓ માટે વડાલી નગરની જનતાને સંતોષકારક રીતે પૂરી કરવાની બાહેધરી આપી હતી આ તાજ પૂછીમાં ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષનું પદ ન મળતા અમુક અસંતૃષ્ટ નગરપાલિકાના સદસ્યો ની હાજરી જોવા મળી ન હતી જેને લઈને જાહેર જનતામાં જાતજાતના તર્કવિતર્કો થવા પામ્યા હતા
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન . 9998340891







Total Users : 163775
Views Today : 