વડાલીના ધરોઈ ત્રણ રસ્તા પર મહારાણા પ્રતાપ ની પ્રતિમા તેમજ સર્કલ બનાવવાની માંગ સાથે આવેદન પત્ર અપાયું
વડાલી શહેરના ધરોઇ ત્રણ રસ્તા પર મહારાણા પ્રતાપની પ્રતિમા તથા સર્કલ બનાવવાની માંગ સાથે વિવિધ હિન્દુ સમાજ દ્વારા નગરપાલિકા પ્રમુખ યશરાજસિંહ ભાટીને આવેદનપત્ર અપાયું

વડાલી નગરપાલિકા વિસ્તારમાં આવેલો ધરોઈ ત્રણ રસ્તા વિસ્તાર શહેરનો ખૂબ જ મહત્વનો માર્ગ છે તેમજ ઘણી મોટી સંખ્યામાં વાહનોની તેમજ લોકોની અવરજવર રહે છે

જો આ સ્થળે મહાન શૂરવીર રાજા મહારાણા પ્રતાપ ની પ્રતિમા ની સાથે એક સુંદર સર્કલ બનાવવામાં આવે તો શહેરની શોભામાં વૃદ્ધિ થાય તેમજ યુવા પેઢીને દેશભક્તિ અને શૌર્ય ની એક પ્રેરણા મળી રહે તેવી માંગ સાથે સમસ્ત હિંદુ સમાજ તેમજ શ્રી મહાકાલ સેના ગુજરાત અને રાજપુત કરણી સેના દ્વારા નગરપાલિકા પ્રમુખને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


