વડાલી તાલુકા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ,વિકાસ અને જનકલ્યાણ ના કાર્યક્રમની ઉજવણી કરાઈ

ચુલ્લા તાલૂકા પંચાયત સીટ ના ભજપુરા ગામ ખાતે સ્વચ્છ અને સુંદર ગામ સંકલ્પને સાકાર કરવા સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ અભિયાનમાં તાલુકા સંગઠન મહામંત્રી ગિરિશભાઈ બ્રહ્મભટ્ટ તથા તાલુકા સદસ્ય નીતાબેન પટેલ તથા યુવા સરપંચશ્રી નરેન્દ્રભાઈ પટેલ તથા પાર્ટી ના સક્રિય કાર્યકર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ તથા શ્રી ભરતભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં ભજપુરા ગામ ના ભાઈ બહેનો એ મળી ભજપુરા ગામે બસ સ્ટેશન ના જાહેર ચોકમાં સફાઈ કરી. આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


