>
Thursday, August 27, 2026

ગૌમાતા પર અત્યાચાર સામે ગૌપ્રેમીઓનો આક્રોશ: ગીર ગઢડા મામલતદારને આવેદન, કડક કાયદાની માંગ

ગૌમાતા પર અત્યાચાર સામે ગૌપ્રેમીઓનો આક્રોશ: ગીર ગઢડા મામલતદારને આવેદન, કડક કાયદાની માંગ

 

ગીર ગઢડા: ગૌમાતા પર થતા કથિત અમાનવીય અત્યાચાર અને ગંભીર બનાવો સામે ગૌપ્રેમી જનતા તથા વિવિધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે હિન્દુ યુવા સંગઠન ભારત, શિવસેના, મહાકાલ ગ્રુપ, અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, સનાતની હિન્દુ સમાજ અને ગૌરક્ષા દળ, ઊના–ગીર ગઢડા દ્વારા ગીર ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યા મુજબ, તા. 20 ઓગસ્ટ 2026ના રોજ ગીર ગઢડા તાલુકાના પીછવા ગામે એક ગાયને પાંચથી છ દિવસ સુધી નિરણ અને પાણી વિના બાંધી રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે ગીર ગઢડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.તે ઉપરાંત તા. 23 ઓગસ્ટ 2026ના રોજ ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામે ગાય સાથે દુષ્કર્મ થયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ અંગે ગીર ગઢડા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવી હોવાનું આવેદનમાં જણાવાયું છે.આવેદનકર્તાઓએ આવા ગંભીર બનાવોમાં માત્ર ફરિયાદ નોંધાઈને કાર્યવાહી પૂર્ણ ન થાય, પરંતુ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ગંભીર તપાસ કરી કાયદા મુજબ દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.ગૌપ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ગૌમાતા પર થતા અત્યાચારને હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ગૌવંશની સુરક્ષા માટે વધુ અસરકારક અને કડક કાયદો બનાવવામાં આવે તેમજ આવા કૃત્યો કરનાર સામે કડક સજા થાય તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.આ ઉપરાંત ગૌમાતાને ‘રાષ્ટ્રીય માતા’નો દરજ્જો આપવાની પણ માંગ કરવામાં આવી છે. ગૌમાતા પર થતા અત્યાચાર અટકાવવા સરકાર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે અને કાયદાનો કડક અમલ થાય તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ગૌમાતા પર અત્યાચાર નહીં સહન થાય — દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય, તેવી ગૌપ્રેમીઓની સરકારને સ્પષ્ટ માંગ.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores