>
Tuesday, June 16, 2026

વડાલી સ્વામિનારાયણ મંદિર માં અધિક માસ નિમિત્તે પ્રમુખ વરણી પ્રતીક સભા નું આયોજન કરાયું

વડાલી સ્વામિનારાયણ મંદિર માં અધિક માસ નિમિત્તે પ્રમુખ વરણી પ્રતીક સભા નું આયોજન કરાયું

 

સાબરકાંઠા જિલ્લાના વડાલી સ્થિત સહકારી જીન રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સોમવતી અમાસ ની રાત્રે વિશેષ સભા નું આયોજન કરવામાં આવ્યું

અમાસની સભા હિંમતનગર baps ના કોઠારી સ્વામી મંગલપુરુષ સ્વામી ના સાનિધ્યમાં પ્રમુખ વરણી દિન ની ઉજવણી કરવામાં આવી

 

અમાસની સભામાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો વડાલી શહેર તેમજ આજુબાજુના ગામડામાંથી આવીને કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કર્યો હતો

 

સભામાં કોઠારી સ્વામી અમૃત મુની સ્વામી શુદ્ધ જીવનદાસ સ્વામી તેમજ ધર્મ વલ્લભ સ્વામી એ કથાનું રસપાન કરાવ્યું હતું

 

અમાસની સભા માં મંદિરની ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં રોશની કરવામાં આવી હતી

 

હિંમતનગરના કોઠારી સ્વામીએ પ્રમુખ વરણી દિન નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજની રસપ્રદ કથા વાર્તા નો લાભ આપ્યો હતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને કથાનું શ્રવણ કર્યું હતું

 

અમાસની સભા રાત્રે 8:00 કલાકે શરૂ કરી હતી અને 10:00 કલાકે સભા પૂર્ણ કરાઈ હતી ત્યારબાદ હરિભક્તો સંતોના દર્શન કરીને તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores