*વરિષ્ઠ પત્રકાર વિજયભાઈ જોટવાને બેસ્ટ જર્નાલિસ્ટનો એવોર્ડ એનાયત*
સૌથી વધારે સબ્સ્ક્રાઈબર અને ફોલોવર્સ ધરાવતા ગુજરાતના પ્રખ્યાત પત્રકાર વિજયભાઈ જોટવા ને બેસ્ટ જર્નાલિસ્ટ નો એવોર્ડ આપવામાં આવ્યો ભજનાનંદી પાલુભાઈ ગઢવી અને સારંગ સંગીત કલાવૃંદ દ્વારા વિજયભાઈ ને એવોર્ડ આપી સન્માનિત કરાયા
હાલ તાજેતરમાં રાજકોટના ધોરાજીમાં સારંગ સંગીત કલાવૃંદ અને સંગીત વિશારદ દિવ્યરાજ સિંહ જાડેજા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં અનેક સંગીત સાધકોની હાજરીમાં ગુજરાત ના તમામ સાધુ સંતો તેમજ તમામ કલાકારો ના ડી ડી ભારતી ના માધ્યમ થી ઇન્ટરવ્યૂ કરનાર વિજય ભાઈ જોટવા ને તાજેતરમાં ધોરાજી ખાતે એક વિશેષ સંગીત ના ક્રાયક્રમ માં બેસ્ટ પત્રકાર નો એવોર્ડ આપી નવજવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધોરાજીના PSI રાખોલીયા સર , જેન્તીભાઇ ઝાપડિયા , પાલુભાઈ ગઢવી વગેરે ખાસ મહેમાનોની ઉપસ્થિતિ હતી
તદુપરાંત વિજયભાઈ જોટવા સોશિયલ મીડિયામાં સૌથી વધારે સબસ્ક્રાઈબર અને ફોલોવર્સ ધરાવનાર ગુજરાત ના પહેલા પત્રકાર છે કે જેઓ એ અત્યાર સુધીમાં સાધુ સંતો અને કલાકારો ના 300 થી વધારે ઇન્ટરવ્યૂ કરી ચુક્યા છે તેમનો “સુરીલો સંવાદ ” કાર્યક્રમ અને “તીરથ દર્શન ” ગુજરાતમાં ખુબ જ સુપ્રસિદ્ધ બન્યા છે