રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાને આવેદનપત્ર આપવામાં આવ્યું
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – પ્રાંતની સુચના અન્વયે રાજ્યના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદોને તેમજ ધારાસભ્યો ને મળી સંગઠનની પડતર માંગણીઓથી વાકેફ કરી , આવેદનપત્ર આપી તેઓ પણ સરકારશ્રીને જણાવે અને સરકારશ્રી ઝડપથી નિર્ણયો લે તે અન્વયે આજરોજ તા: ૦૭/૧૦/૨૦૨૩ ના રોજ માનનીયશ્રી રમીલાબેન બારા સર સાંસદ. રાજ્યસભા શ્રી ની ખેડબ્રહ્મા અને વડાલી તાલુકા ના હોદ્દેદારો દ્વારા સર્કિટ હાઉસ.ખેડબ્રહ્મા ખાતે મુલાકાત લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું માનનીય શ્રી રમીલાબેન બારા સરે ૪૦ મિનિટ સુધી શિક્ષકો ના પ્રશ્નો અને બાળકોના શિક્ષણ બાબતે વિશદ ચર્ચા કરી તેઓશ્રી એ પણ ખાત્રી આપી છે કે આપણા પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સરકારશ્રી માં રજૂઆત કરશે શ્રી બ્રિજેશભાઈ બ્રહ્મભટ્ટ યુવા ટિમ ખેડબ્રહ્મા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન . 9998340891





Total Users : 157557
Views Today : 