વડાલીમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ની ઉજવણી કરાઈ
વડાલી નગરની શ્રી બીજી શાસ્ત્રી હાઇસ્કુલ માં કૃમિનાશક દિન ઉજવાયો
કૃમિ સંક્રમણ બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ રૂપ બને છે 
ખાસ કરીને નાના બાળકોમાં અને અન્ય બાળકોમાં પણ જેમના પાચનતંત્રમાં કૃમિ ( કરિમિયા) હોય તેમને પેટમાં ચૂંક આવવી, ચહેરા પર વાઈટ સપોર્ટ થવા, બેચેની થવી, અશક્તિ વગેરે લક્ષણો કૃમિના કારણે જોવા મળતા હોય છે.
ભારત સરકારના રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત વડાલી યુએચસીના હેલ્થ કાર્યકર શ્રી મહેશ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા શાળામાં કે.જી. થી લઈ ધોરણ 12 સુધીના બાળકોને કૃમિનાશક ગોળી (આલ્બેન્ડાઝોલ) દરેક બાળકોને ચાવીને ખવડાવવામાં આવી
તેમણે કૃમિથી થતા નુકસાન અને તેનાથી બચવા માટે રાખવી પડતી સાવચેતીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


