>
Tuesday, June 16, 2026

ઈડર ગઢની તળેટી વિસ્તારમાં દારૂની ખાલી બોટલો અને મેડિકલ વેસ્ટ જોવા મળ્યો

ઈડર ગઢની તળેટી વિસ્તારમાં દારૂની ખાલી બોટલો અને મેડિકલ વેસ્ટ જોવા મળ્યો

 

સાબરકાંઠાના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતા ઈડર ગઢની તળેટી વિસ્તારમાં દારૂની ખાલી બોટલો અને મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે. સ્થળ પરથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો પડેલી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેર સ્થળે આટલી મોટી સંખ્યામાં ખાલી બોટલો મળતા વિસ્તારમાં દારૂના સેવન અંગે શંકા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ, સ્થળ પર ઇન્જેક્શન, એન્ટિબાયોટિક ડોઝની ખાલી શીશીઓ સહિતનો મેડિકલ કચરો પણ ખુલ્લામાં ઠલવાયેલો જોવા મળ્યો છે.

જાહેર સ્થળે જોખમી મેડિકલ વેસ્ટ ફેંકાતા આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આસપાસ નાના બાળકોની અવરજવર રહેતી હોવાથી અકસ્માત અથવા ચેપજન્ય રોગો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ઈડર પહાડ વિસ્તારમાં આ પ્રકારનું પ્રદૂષણ જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરી સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores