Saturday, December 21, 2024

સરકારશ્રી દ્વારા સંગીત ક્ષેત્રે કમલેશભાઈ બથીયાને છેલ્લા 8 વર્ષથી અનેક સન્માન, પ્રમાણપત્રો તથા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

વ્યક્તિ વિશેષ ; સરકારશ્રી દ્વારા સંગીત ક્ષેત્રે કમલેશભાઈ બથીયાને છેલ્લા 8 વર્ષથી અનેક સન્માન, પ્રમાણપત્રો તથા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

 

ગૌરવ ; તબલાના તાલથી સંગીતની શોભા વધારનાર ગુજરાત સરકારશ્રીના રજીસ્ટર આર્ટિસ્ટ & (B.Ed. In Music) ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી – કમલેશ આર. બથીયા

 

દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મૂળ બાંકોડી ગામના અને હાલ ભાટીયા રહેતા ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ એવા તબલા વાદક કમલેશભાઈ રમેશભાઈ બથીયાને સંગીત ક્ષેત્રે છેલ્લા 8 વર્ષથી સરકારશ્રી દ્વારા અનેક સન્માન, પ્રમાણપત્રો અને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તથા વંદનીય પરમ પૂ. શ્રી મોરારીબાપુના આશીર્વચન અને શિવ કથાકાર પરમ પુ. શ્રી ગીરીબાપુના આશીર્વચન મેળવેલ. કથાકાર પરમ પૂજ્ય આચાર્યશ્રી પ્રમોદકુમાર મહારાજના આશીર્વચન મેળવ્યા પરમ પૂ. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વચન પ્રાપ્ત કરેલ તેમજ કમલેશભાઈ એ અનેક સુપ્રસિદ્ધ કથાકારો, કલાકારો, સંતોના આશીર્વચન મેળવ્યા છે. વિશ્વ વિખ્યાત કલાકારો, કથાકારોએ નવગુજરાત સંગીત વિદ્યાપીઠનું એનેક વાર સન્માન પણ કરેલું છે. તાજેતરમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કમલેશભાઈ અને સંસ્થાને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તાજેતરમાં ડી ડી ભારતી દ્વારા જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાના વરદ હસ્તે ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષ (B.Ed. In Music) ગુજરાત સરકારના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ કમલેશભાઈ આર. બથીયાને Biography With Interview એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સંગીત એ આત્માને પરમાત્મા સાથે ભક્તિથી ભેળવવાની એક સુંદર અનુભૂતિ છે. ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંગીત કલાનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સંસ્થા દ્વારા સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મૂળ કલાની સાચી ઓળખ સમજ અને આપણા સંગીતના મૂળ કલા વારસાની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે. સંગીત એ ઈશ્વરની આરાધના છે. શાસ્ત્રીય સંગીત દ્વારા વ્યકિતના અંતરના નાદ ઈશ્વરિય તત્ત્વો સાથે જોડાવાની સુંદર અનુભૂતિ છે. ભારતીય શાસ્ત્રીય સંગીત એ ભારતીય સંગીતનું મુખ્ય અંગ છે. આ સંગીતને અન્ય દેશો માં ” ક્લાસિકલ મ્યુઝિક ” (Classical Music) તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્થા દ્વારા સમયાંતરે લોક સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. તથા વર્તમાન નવોદિત કલાકારો વગેરેના વિશેષ સન્માન કરવામાં આવે છે. સમયાંતરે નિ:શુલ્ક સંગીત તાલીમના પણ આયોજન કરવામાં આવે છે. ભાટીયા – નવગુજરાત સંગીત વિદ્યાપીઠનો મુખ્ય હેતું (Indian Classical Music) ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસારનો છે. સંસ્થા દ્વારા શાસ્ત્રીય સંગીત પ્રારંભીકથી આચાર્ય / પ્રવિણ સુધીનો ગાયન, તાલવાદ્ય, સ્વરવાદ્ય અને નૃત્યનો પરીક્ષા અભ્યાસક્રમ ચલાવામાં આવે છે. નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સરકાર માન્ય ડિગ્રી કોર્સ ગાયન, તબલા, હાર્મોનિયમ, બંસરી, ગીટાર, કિ – બોર્ડ તથા અન્ય તાલવાદ્ય, તેમજ ભારતનાટ્યમ, કથ્થક નૃત્ય વગેરે માટેની પરીક્ષાઓ લેવામાં આવે છે. નવગુજરાત સંગીત વિદ્યાપીઠના માન્ય કેન્દ્રમાં નવોદિત કલાકારો, સંગીત વિદ્યાર્થીઓ વગેરે પરીક્ષા આપી શકે છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતના અલગ અલગ ગામો, શહેરો વગેરેમાં પરીક્ષા કેન્દ્રોની નિમણુંક પણ આપવામાં આવે છે. સંગીતની દેવીમાં શ્રી સરસ્વતીની સેવામાં સંસ્થાના અધ્યક્ષ, પરીક્ષામંત્રીશ્રી કમલેશભાઈ આર. બથીયા હંમેશા તત્પર અને સમર્પિત રહે છે. કલાક્ષેત્રે યુવા શકતી અને તેની પ્રતીભા બહાર આવે તેવા નિષ્ઠાપૂર્વક કાર્યો કરે છે. જય સંગીત.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores